નવી દિલ્હી: નિર્ભયા કેસ (Nirbhaya Gangrape Case) માં ફાંસીની સજા પામેલા દોષિત મુકેશ સિંહ (Mukesh Singh) ની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind)  ફગાવી દીધી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિ (President) ને મોકલી હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અગાઉ સ્પષ્ટ કરી દેવાયું હતું કે રાષ્ટ્રપતિ દયા અરજી પર નિર્ણય લેવામાં વાર લગાડશે નહીં. અત્રે જણાવવાનું કે ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી ફગાવવાની ભલામણ ગૃહ મંત્રાલયને મોકલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર નહીં લટકાવાય, ખાસ જાણો કારણ


મુકેશે સુપ્રીમ કોર્ટમાંથી ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધા બાદ રાષ્ટ્રપતિ પાસે દયાની ગુહાર લગાવી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મુકેશ સહિત ચાર દોષિતોને ફાંસીની સજા માટે 22 જાન્યુઆરીના રોજનું ડેથ વોરન્ટ બહાર પાડ્યું હતું. જો કે મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે ગઈ હોવાના કારણે ગુરુવારે કોર્ટે કહ્યું હતું કે 22 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા થઈ શકે નહીં. 


હવે હાજી મસ્તાનના પુત્રએ કર્યો કોંગ્રેસના નેતાઓની અંડરવર્લ્ડ સાથેની 'મિત્રતા' પર મોટો ખુલાસો


પટિયાલા હાઉસ કોર્ટે જ 7 જાન્યુઆરીના રોજ ચારેય દોષિત મુકેશ સિંહ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુર વિરુદ્ધ ડેથ વોરન્ટ બહાર પાડતા ફાંસીની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી હતી. જો કે દોષિતો પાસે રાષ્ટ્રપિત પાસે દયા અરજી દાખલ કરવાનો અંતિમ વિકલ્પ બચ્યો હતો. આવામાં મુસ્કેશ ક્ષમા દાન અરજી કરી જેને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...